Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના, મળસ્કે 3:30 અરસમાં આગ લાગી, મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, સુરત તેમજ પલસાણા સહિતની બારડોલી ફાયર ટિમ ઘટના સ્થળે, મિલમાં કામદાર હાજરનો આબાદ બચાવ કરવામાં આવ્યો, મિલમાં રહેલા બે ગેસના બાટલા ધડાકા સાથે ફાટતા દોડધામ મચી, આગ એટલી વિકરાળ હતી કે 4 કિમી સુધી દૂરથી આગનો ધૂવાડો દેખાય આવતો હતો.

સુરતમાં ડમ્પર બાઈકને અડફેટે લઈ ચાલકને 40 ફૂટ ઘસડી ગયુ, ડિંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરની અડફેટે આવતાં બાઈક ચાલક રોડ પર પટકાયા બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ

‘ઇન્‍ડિયાઝ બેસ્‍ટ ડાન્‍સર' કાર્યક્રમમાં ડાન્‍સીંગ ક્‍વીન્‍સ નોરા ફતેહી અને મલાઇકા અરોરાએ એકબીજાને ટક્કર આપીઃ દર્શકો દંગ રહી ગયા

શું તમે મચ્છરોનું ટોળુ જોયુ છે, ના તો આવા અમારા સ્માર્ટ સીટી રાજકોટ માં, રાજકોટ બેડી યાર્ડ પાસે ગાંડી વેલમાં મચ્છરોનો વંટોળિયો કેમેરા કેદ થયો, મચ્છરોના ત્રાસ થી આસપાસ ના લોકો હેરાન પરેશાન.

પાકિસ્તાનના લાહોર ખાતે આજે ૪ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થતા પાંચના મોત થયા છે અને ૨૦ થી વધારે લોકો ગંભીર હોવાનું જાણવા મળે છે. આસપાસના દુકાન મકાનની બારીઓનો ભુક્કો બોલી ગયો હતો, વાહનોને ભારે નુકસાન, ચારેકોર તબાહી