Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ગુજરાતમાં ૩૫૦૦૦ વિદ્યાર્થીઓ કાલે પરીક્ષા આપશે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : આવતીકાલે ગુજરાતમાં જેઇઇ પરીક્ષામાં ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોરોના સામે સાવચેતી સહિત તમામ તૈયારીઓ પૂર્ણ access_time 8:43 pm IST

  • સુરતના વેસુ રોડ પર પુરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેસુ રોડ પર જતા બાઇકર્સ ગેંગના એક સભ્યનું પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પર (GJ-05-BX-2525) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. access_time 2:08 am IST

  • ઉત્તર ચીનના એક ગામમાં ૮૦ વર્ષના વૃદ્ધની જન્મદિવસ પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક બે માળની રેસ્ટોરન્ટની ઇમારત ધરાશાયી થતાં દુર્ઘટનામાં ૨૯ લોકોનાં મૃત્યુ થયા હતા. બચાવ કામગીરી પૂરી થઇ હોવાને અંતે સત્તાવાળાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં અન્ય ૨૯ લોકોને ઈજા પહોંચી હતી. access_time 2:09 am IST