<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 19th April 2024

રિતીક સાથે વિલનગીરી કરશે જુનિયર એનટીઆર

રિતીક રોશનની વોર દર્શકોને ખુબ ગમી હતી અને સુપરહિટ નીવડી હતી. હવે વોર-૨ પણ બની રહી છે. રિતીક સાથે હવે આ વખતે સાઉથના સુપર સ્‍ટાર જુનિયર એનટીઆરને પણ ચાહકો જોઇ શકશે. વોર-૨ના શેડ્‍યુલ માટે જુનિયર એનટીઆર મુંબઈ આવી દસ દિવસના શુટીંગમાં જોડાઇ ગયો હતો. સેટ પરના ફોટો કે પછી વિડિયો લીક ન થાય એ માટે સખત નિયમો રાખવામાં આવ્‍યા છે. આ ફિલ્‍મને લઈને લોકોની આતુરતા વધવા માંડી છે. આ ફિલ્‍મમાં કિયારા અડવાણી પણ છે. જુનિયર એનટીઆર વિલનના રોલમાં દેખાવાનો છે. મુંબઈ આવતાં જ તેનો નવો લુક પણ દેખાયો હતો. ૧૪મી ઑગસ્‍ટે ફિલ્‍મ રિલીઝ થશે.

(4:45 PM IST)