<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 22nd April 2024

અમિતાભ બચ્‍ચન અશ્વત્‍થામાના રોલમાં: ‘કલ્‍કિ ૨૮૯૮ એડીઓ'નું પોસ્‍ટર થયું જાહેર

 

મુંબઇઃબોલીવૂડના શહેનશાહે ઉમરને પોતાના પર હાવી થવા દીધી નથી. તેઓ સતત જોમ જુસ્‍સાથી કામ કરતાં રહે છે. અમિતાભ બચ્‍ચનની આગામી ફિલ્‍મ ‘કલ્‍કિ ૨૮૯૮ એડીઓ'નો તેમનો નવો લુક સોશિયલ મિડીયા પર રજૂ કરવામાં આવ્‍યો છે. એ પોસ્‍ટર પર લખેલું છે કે સમય આવી ગયો છે. તેઓ આ ફિલ્‍મમાં અશ્વત્‍થામાના રોલમાં દેખાવાના છે. તેમના પાત્ર વિશે જાહેરાત કરવામાં આવ્‍યા બાદ હવે પોસ્‍ટર સામે આવ્‍યું છે. આ ફિલ્‍મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પાટણી પણ જોવા મળશે. એ પોસ્‍ટરમાં અમિતાભ બચ્‍ચનને પાટા બાંધીથી કવર કરવામાં આવ્‍યા છે. તેમનો ચહેરો પણ સ્‍પષ્ટ નથી દેખાતો. ફોટો પરથી લાગે છે કે તેઓ મંદિરના એક થાંભલા પાસે બેઠા છે. આ પોસ્‍ટરને અમિતાભ બચ્‍ચને ઇન્‍સ્‍ટાગ્રામ પર મુક્‍યું હતું. 

 

(1:52 PM IST)