માનુષી છિલ્લરને ભજવવો છે એનિમલનો રશ્મિકા મંદાના જેવો રોલઃ હવે દેખાશે ‘તેહરાન'માં

મુંબઇઃ આ વર્ષે ઓપરેશન વેલેન્ટાઇન નામની તેલુગુ ફિલ્મમાં દેખાયા બાદ તાજેતરમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ બડે મિયા છોટે મિયામાં જોવા મળેલી માનુષી છિલ્લર હવે પછી તેહરાન નામની ફિલ્મમાં જોવા મળશે. માનુષીએ વર્ષ ૨૦૨૨માં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ થકી બોલીવૂડમાં કદમ માંડયા હતાં. માનુષીને તાજેતરમાં પુછાયું કે એનિમલ ફિલ્મમાં તૃપ્તી ડીમરી અને રશ્મિકાએ જે રોલ ભજવ્યો તેમાંથી તને કયો રોલ ભજવવ ો ગમશે? ત્યારે માનુષીએ તુરત જ કહ્યું હતું કે બંને રોલ ખુબ દિલચશ્પ છે પણ મને રશ્મિકાનો રોલ વધુ ગમ્યો છે. મને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ગમે છે. એક તરફ પુરૂષો ઝઘડા કરે છે તો બીજી તરફ રશ્મિકાનું પાત્ર અડીખમ ઊભું રહે છે. તે કહે છે કે મને જાણ નથી કે તું કોણ છે, તું બહાર શું કરે છે અને તું કેટલો ખતરનાક છે. આ રોલ ભજવવાની એક સારી તક હતી અને તેણે ખૂબ સરસ પર્ફોર્મન્સ આપ્યો છે. એ રોલ મને કરવો ગમશે.'
