News of Monday, 22nd April 2024
એ વાત મને શૂળની જેમ ખુંચી હતીઃ તબ્બુ

તબ્બુએ બોલીવૂડમાં સતત સક્રિય રહેતી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે. તાજેતરમાં તે ફિલ્મ ક્રુમાં જોવા મળી છે. અગાઉ નિર્દેશક વિશાલ ભારદ્વાજની સસ્પેન્સ ફિલ્મ ખુફીયામાં જોવા મળી હતી. તબ્બુ કહે છે મને યાદ છે એક સમયે ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિએ મને એવું કહ્યું હતું કે હવે તારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો મોહ છોડી દેવો જોઇએ, તારી ઉમર થઇ ગઇ છે. હવે તારે નાના મોટા સાઇડ રોલ જ કરવાના રહે છે, બાકી મોટા રોલ તને નહિ મળે. તેની આ વાત મને શૂળની જેમ ખુંચી ગઇ હતી. પણ હું બોલીને બગાડવા ઇચ્છતી નથી. મને ખુશી છે કે ચાહકો આજે પણ મને, મારી ફિલ્મને પસંદ કરે છે.
(1:55 PM IST)
