News of Monday, 22nd April 2024
ઇમાનદારી વધુ જરૂરી હોય છેઃ અનન્યા

અનન્યા પાંડે છેલ્લા બે વર્ષથી હિટ ફિલ્મની શોધમાં છે, છેલ્લે તેની ડ્રીમગર્લ-૨ આવી હતી અને તે છવાઇ ગઇ હતી. આખી ફિલ્મ આયુષ્યમાન ખુરાનાના ખભે હોવા છતાં અનન્યાની ખાસ નોંધ લેવામાં આવતાં તે ખુશ છે. અનન્યા છેલ્લે સુપરફલોપ નિવડેલી લાઇગરમાં વિજય દેવરકોન્ડા સાથે દેખાઇ હતી. જો કે ડ્રીમગર્લ-૨ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનન્યા કહે છે હાલમાં હું નાની છું, મને ચાહકો પરિણીત ભુમિકામાં સ્વીકારી નહિ શકે. આમ છતાં હું આવી ભુમિકાઓ કરવા તૈયાર છું. હું સતત કંઇક નવુ કરવા તૈયાર રહુ છું. સંબંધોમાં ઇમાનદારી વધુ જરૂરી હોય છે. અનનયાની ઇચ્છા વહિદા રહેમાન જેવા રોલ ભજવાની પણ છે. તેની બે ફિલ્મો કન્ટ્રોલ અને શંકરા આ વર્ષે આવશે.
(1:55 PM IST)
