News of Wednesday, 24th April 2024
એ નિર્ણય કઠીન હતોઃ મેઘા શર્મા

બાલકૃષ્ણ, મહાકાલી અને અંત હી આરંભ હૈ જેવા શોમાં કામ કરી ચુકેલી મેઘા શર્માએ ‘પંડયા સ્ટોર' શો છોડી દીધો છે. સ્ક્રીન ટાઇમની ઓછપ અને અવસરોની ઓછી તકોને કારણે તેણે આ નિર્ણય લીધો હતો. મેઘા કહે છે મારા માટે શો છોડવાનો નિર્ણય ખુબ કઠીન હતો. પણ મને મારી અભિનય ક્ષમતા દેખાડવાની વધુ તકો નહોતી મળી. હું નવ દસ મહિનાથી આ શોમાં સામેલ હતી. પહેલા ચાર મહિના મારી ભુમિકાનો આનંદ લીધો હતો. પણ પછી મારા પાત્રને વિકસીત નહોતું કરાયું. હવે હું બીજા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારીમાં છું.
(3:40 PM IST)
