News of Wednesday, 24th April 2024
‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો' લઇ જશે ૯૦ના દસકમાં

રાજકુમાર રાવની ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો' ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાજકુમાર સાથે તૃપ્તી ડીમરી મુખ્ય ભુમિકામાં છે. આ જોડી પહેલી જ વખત મોટા પરદે સાથે દેખાવાની છે. નેવુના દસકની જુની યાદો આ ફિલ્મમાં તાજી થવાની છે.
આ ફિલ્મ આ વર્ષની ૧૧મી ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમને પરફેક્ટ મસાલા એન્ટરટેઇનના રૂપમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં કોમેડી અને ડ્રામાનું સંયોજન છે જે દર્શકોને નેવુના દસકમાં લઇ જશે. રાજકુમારની અન્ય બે ફિલ્મો શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસીસ માહી પણ કતારમાં છે.
(3:41 PM IST)
