News of Monday, 6th May 2024
સંજીદાનું ધ્યાન અભિનય ક્ષમતા કેળવવા પર

ટીવી પરદે અનેક શો કરીને જાણીતી બનેલી સંજીદા શેખ ફરીથી ફિલ્મી પરદે પહોંચી ગઇ છે. છેલ્લે તે રિતીક અને દિપીકાની સાથે ફાઇટરમાં મહત્વપુર્ણ રોલમાં જોવા મળી હતી. સંજય લીલા ભણશાલીની હીરામંડીમાં પણ તેને ખાસ ભુમિકા મળી છે. સંજીદા કહે છે ફિલ્મોમાં દરેક કલાકારનું મહત્વ હોવુ જોઇએ, કલાકારોએ પણ પાત્રના વ્યાપને ધ્યાને લીધા વગર પુરી ક્ષમતાથી પોતાની ક્ષમતાથી કામ કરવું જોઇએ. સંજીદા અભિનય ક્ષમતા કેળવવા પર જ તેનું ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. ક્યા હોગા નિમ્મુ કા, કયામત, કયા દિલ મેં હૈ સહિતના શો તેણે કર્યા હતાં. અગાઉ તે પજાબી, હિન્દી, કન્નડ સહિતની ભાષાની ફિલ્મો કરી ચુકી છે.
(10:16 AM IST)
