<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 6th May 2024

સફળતાની ઉજવણી નથી કરતો મનોજ

મનોજ બાજપેઇને એક બંદા કાફી હૈ માટે શ્રેષ્‍ઠ ફિલ્‍મફેરનો ઓટીટી માટેનો શ્રેષ્‍ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો હતો. તેની ફિલ્‍મ જોરમ પણ વખાણાઇ હતી. મનોજ ત્રણ દસકાથી અભિનયની દુનિયામાં કામ કરી રહ્યો છે. તેણે કદી પણ સ્‍ટારડમની પરવા કરી નથી. તે કહે છે હું કદી સફળતાનો જશ્‍ન મનાવતો નથી. ફિલ્‍મની સક્‍સેસ પાર્ટીમાં પણ હું માત્ર આપવા ખાતર હાજરી આપી નીકળી જાઉ છું. મને સફળતાનો ઢંઢેરો પીટવો ગમતો નથી. સ્‍ટાર સિસ્‍ટમ ફિલ્‍મ ઉદ્યોગને નાણા રળી આપે છે પણ સર્જનાત્‍મકતાને નુકસાન પહોંચાડે છે. મનોજ કહે છે હું કોઇપણ અઘરી ભુમિકા ભજવવા તૈયાર રહુ છું.

(10:18 AM IST)