<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 9th May 2024

વેલકમ ટુ ધ જંગલમાં આફતાબની એન્‍ટ્રી

વેલકમ અને વેલકમ-૨ પછી હવે અહેમદ ખાનના નિર્દેશનમાં બની રહેલી વેલકમ ટુ ધ જંગલમાં સ્‍ટારકાસ્‍ટ ઘણી લાંબી છે. ફિલ્‍માં અક્ષય કુમાર, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, સંજય દત્ત, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અરશદ વારસી, જોની લીવર, કૃષ્‍ણા અભિષેક, રાજપાલ યાદવના નામ સામેલ હતાં.

હવે દિશા પટાની, રવીના ટંડન, જૈકલીન ફર્નાન્‍ડીસ, લારા દત્તા, વૃહી કોડવારા સહિતના પણ જોડાયા છે. છેલ્લે આફતાબ શિવદાસાનીનું નામ પણ સામેલ થયું છે. આફતાબે પોતે વેલકમ ટુ ધ જંગલમાં જોડાયાની જાણકારી સોશિયલ મિડીયા પર આપી હતી. આ ફિલ્‍મ ૨૦મી ડિસેમ્‍બરે ક્રિસમસ પર રીલીઝ થશે.

(9:47 AM IST)