<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 10th May 2024

વાણી સાથે ફરી રોમાન્‍સ કરશે અક્ષય

અક્ષયકુમારની બોલીવૂડમાં એક પછી એક ઘણી ફિલ્‍મો ફલોપ નિવડી ચુકી છે. ફરી તે નવી ફિલ્‍મ કરી રહ્યો છે.  પતિ, પત્‍નિ ઔર વોહ'નું નિર્દેશન કરનારા મુદસ્‍સર અઝીઝની ‘ખેલ ખેલ મેં' ફિલ્‍મમાં અક્ષયકુમાર, વાણી કપૂર, તાપસી પન્નુ, પ્રજ્ઞા જયસ્‍વાલ, ફરદીન ખાન, એમી વિર્ક અને આદિત્‍ય સીલ જોવા મળશે. આ ફિલ્‍મમાં તાપસી સાથે અક્ષયકુમાર રોમાન્‍સ કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પરંતુ અક્ષય આ ફિલ્‍મમાં વાણી સાથે રોમાન્‍સ કરશે. તેમણે અગાઉ ‘બેલ બૉટમ'માં સાથે કામ કર્યું હતું. આ તેમની બીજી ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં ત્રણ કપલની સ્‍ટોરી દેખાડવામાં આવશે.

(10:16 AM IST)