કરિના કપૂર ખાન કાનૂની જંગમાં ફસાઈ : જબલપુર કોર્ટે નોટિસ ફટકારી

મુંબઈ: કરીના કપૂર ખાન કાયદાકીય વિવાદોમાં ફસાયેલી છે. તેની સમસ્યાઓમાં વધારો થતો જણાય છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે કરીના કપૂરને નોટિસ પાઠવી છે. આ નોટિસ 'કરીના કપૂર પ્રેગ્નન્સી બાઈબલ' નામના વિવાદાસ્પદ પુસ્તકને લઈને આપવામાં આવી છે. કરીના કપૂર ઉપરાંત જસ્ટિસ જીએસ અહલુવાલિયાની સિંગલ બેન્ચે અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઈન્ડિયા, જગરનોટ બુક્સ અને અન્યને પણ નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થશે. વાસ્તવમાં, જબલપુર સિવિલ લાઇનના રહેવાસી ક્રિસ્ટોફર એન્થોનીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે 'કરીના કપૂર પ્રેગ્નન્સી બાઈબલ' પુસ્તક દ્વારા ખ્રિસ્તી સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજી દ્વારા કરીના કપૂર વિરુદ્ધ અપરાધિક કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે કરીના કપૂર ખાને આ પુસ્તક સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઈરાદાથી લખ્યું છે, જેનું કવર પેજ પણ વાંધાજનક છે.
