News of Monday, 20th May 2024
૭મી જુને આવશે અનોખી દોસ્તીની ફિલ્મ ‘બજરંગ ઓૈર અલી'

મુંબઇઃ આગામી ૭મી જુને ‘બજરંગ ઓૈર અલી' નામની ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ દોસ્તીનો એક જબરદસ્ત જશ્ન છે. અલગ અલગ સમુદાયના બે યુવાન બજરંગ અને અલીની અનોખી અને ગાઢ મિત્રતાની કહાની ફિલ્મમાં છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા આ મિત્રોની એક બીજા પ્રત્યેની વફાદારી અને નિઃસ્વાર્થ ભાવનાને માર્મિક અંદાજમાં રજૂ કરાયા છે. બજરંગ અને અલીના માધ્યમથી એવો સંદેશો આપવાનો પ્રયાસ કરાયો છે કે કોઇ વ્યક્તિ ભલે કોઇપણ ધર્મનો હોય પણ મનમાં એક બીજા પ્રત્યે માન હોય તો તમે કયા સમુદાયના છો તેનાથી ફરક પડતો નથી. અભિનેતા જયવીરે ફિલ્મમાં બજરંગની ભુમિકા નિભાવી છે. તે કહે છે આ ફિલ્મમાં બજરંગનું પાત્ર ભજવવા મળ્યું તે મારા માટે સોૈભાગ્યની વાત છે. બજરંગ અને અલીની ગહન યાત્રાનો અનુભવ દર્શકો આ ફિલ્મથી કરી શકશે.
(3:29 PM IST)
