<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 24th May 2024

૨૬મી જાન્‍યુઆરીએ આવશે સનીની ફિલ્‍મ

 સની દેઓલે ગયા વર્ષે ગદ્દર-૨ થકી બોક્‍સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. હવે તેની લાહોર-૧૯૪૭ આવી રહી છે. ફિલ્‍મમાં તેની સાથે પ્રિતી ઝીન્‍ટા છે. આ ફિલ્‍મ આગામી વર્ષે છવ્‍વીસમી જાન્‍યુઆરીએ રીલીઝ થશે. પ્રિતી લાંબા સમય પછી આ ફિલ્‍મથી કમબેક કરી રહી છે. આ ફિલ્‍મનું શુટીંગ જુન સુધીમાં પુરુ કરી લેવામાં આવશે.  ફિલ્‍મ આમિર ખાને બનાવી છે અને રાજકુમાર સંતોષીએ નિર્દેશન કર્યું છે. આમિર પણ ફિલ્‍મમાં મહેમાન કલાકાર તરીકે દેખાશે. રાજકુમાર અને સની દેઓલની દામીની, ઘાયલ સનીની કારકિર્દીના માઇલ સ્‍ટોન સમાન છે.

(9:47 AM IST)