News of Friday, 24th May 2024
હુમા ફરીથી પુષ્પા મિશ્રાની ભુમિકામાં

હુમા કુરેશીને મહારાણી વેબ સિરીઝ ખુબ ફળી છે. હવે તે જોલી એલએલબી-થ્રીમાં પણ એન્ટર થઇ છે. અક્ષય કુમારની આ ફિલ્મમાં હુમા કુરેશીનું પુનરાગમન થયું છે. તે આ ફિલ્મના બીજા ભાગમાં પણ હતી. તે આ ફિલ્મમાં પણ પુષ્પા મિશ્રાની ભૂમિકાને આગળ ધપાવશે. ફિલ્મની ટીમે કહ્યું હતું કે હુમા કુરેશી ફરી તેના ઓરિજિનલ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના અજમેરમાં શરૂ થઈ ચૂકયું છે. હુમા કુરેશી અક્ષય કુમાર સાથે અરશદ વારસી ફિલ્મમાં છે. પહેલા ભાગમાં રોલ ભજવ્યા બાદ અરશદ બીજા ભાગમાંથી ગાયબ હતો. હવે ફરી સામેલ થયો છે. સુભાષ કપૂર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
(9:47 AM IST)
