News of Friday, 24th May 2024
ફરી કામે વળગી અનન્યા પાંડે

અનન્યા પાંડે હાલમાં આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપની ચર્ચા વચ્ચે પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. રિલેશનશીપમાંથી બહાર આવવા માટે તે પોતાના ડોગ સાથે સમય પસાર કરી રહી છે. થોડા દિવસો સુધી તો તે ઘરમાંથી બહાર પણ નીકળી નહોતી. પણ હવે તે કામમાં પરોવાઇ ગઇ છે. તેની આગામી ફિલ્મ ‘કોલ મી બે' આવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દીધું છે. અનન્યાએ ઇન્સ્ટાસ્ટોરીમાં તેની વેનિટી વેનનો ફોટો શેર કર્યો હતો. આ ફિલ્મની સ્ટોરી એક બિલ્યનેર ફેશનિસ્ટાની છે, જે ખુબ પૈસાદાર પરિવારમાંથી આવે છે. કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.
(9:47 AM IST)
