<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 24th May 2024

શાહરૂખ અમદાવાદથી ચાર્ટડ પ્‍લેનમાં મુંબઇ પહોંચ્‍યોઃ તબીયત સારી

ફાઇનલમાં જોવા મળશે કિંગખાન ?

નવી દિલ્‍હી : શાહરૂખ ખાન  પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્‍લેનથી અમદાવાદથી મુંબઈ આવી ગયા છે. શાહરૂખને લૂ અને ડિહાઈડ્રેશનની ફરિયાદ બાદ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

શાહરૂખ ખાનના ફેંસ માટે ખુશ ખબર છે. કિંગ ખાન  અમદાવાદ કેડી હોસ્‍પિટલથી ડિસ્‍ચાર્જ થઈ ગયા છે.  ગત મોડી રાત્રે શાહરૂખની મેનેજર પૂજા દદલાનીએ એક્‍ટરનું હેલ્‍થ અપડેટ જાહેર કરતા જણાવ્‍યું કે કિંગ ખાનની તબીયત હવે ઠીક છે. ત્‍યાર બાદ જ તેમને હોસ્‍પિટલમાં ડિસ્‍ચાર્જ કરી દેવામાં આવ્‍યા હતા. જેના બાદ તે સીધા અમદાવાદથી મુંબઈ પોતાના બંગલો મન્નતમાં પહોંચ્‍યા.

શાહરૂખ ખાનની અમુક તસ્‍વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ હોસ્‍પિટલથી બહાર નિકળતા જોવા મળી રહ્યા છે. લૂ અને ડિહાઈડ્રેશનના કારણે શાહરૂખને દાખલ કરવામાં આવ્‍યા હતા માટે તેમને તાપથી બચાવવા માટે સુરક્ષા ઉપાય કરવામાં આવ્‍યા હતા. એક શખ્‍સ છત્રી લઈને તેમને કવર કરી રહ્યો હતો. તેમની સાથે પત્‍ની ગૌરી પણ જોવા મળી રહી હતી.

શાહરૂખ ખાનના હોસ્‍પિટલમાં દાખલ થવાની ખબર સામે આવ્‍યાના તરત બાદ પત્‍ની ગૌરી ખાન પણ કેડી હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા. એક્‍ટ્રેસ જુહી ચાવલા પણ અભિનેતાને મળવા હોસ્‍પિટલ પહોંચી હતી.તેમણે કિંગ ખાનનું હેલ્‍થ અપડેટ આપતા જણાવ્‍યું કે મંગળવાર રાત્રે જ શાહરૂખની તબીયત ઠીક ન હતી. જોકે હવે તેમનું ધ્‍યાન રાખવામાં આવી રહ્યું છે અને હવે તે સારૂ ફીલ કરી રહ્યા છે. ભગવાન ઈચ્‍છશે તો શાહરૂખ જલ્‍દી જ ઉઠશે અને વીકેંડમાં જ્‍યારે ટીમ ફાઈનલ રમશે એક વખત ફરી સ્‍ટેડિયમમાં ટીમને પ્રોત્‍સાહન આપવા આવશે.

(11:53 AM IST)