500 કરોડની પુષ્પા 2 માં આ એનિમલ બ્યુટીની એન્ટ્રી, બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરશે
પ્રથમ ફિલ્મમાં સામંથા પ્રભુના આઈટમ સોંગ બાદ ટીમે આ વખતે તૃપ્તિને એન્ટ્રી આપી

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની ફિલ્મ પુષ્પા 2ને લઈને ચર્ચામાં છે. પુષ્પા 2 વર્ષ 2024 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ દરમિયાન ડિરેક્ટર સુકુમારની ફિલ્મને લઈને એક સ્ફોટક અપડેટ સામે આવ્યું છે.
રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરની ફિલ્મ એનિમલથી ફેમસ બનેલી તૃપ્તિ ડિમરી પુષ્પા 2માં એન્ટ્રી કરી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે તૃપ્તિ આઈટમ નંબર સાથે ફિલ્મમાં મસાલો ઉમેરવા જઈ રહી છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના લીડ એક્ટ્રેસ છે.
પુષ્પા 2: ધ રૂલ એ 2024ની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે, જેની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત બ્લોકબસ્ટર પુષ્પાઃ ધ રાઇઝની આ સિક્વલ છે, જેમાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજની ભૂમિકા ભજવતો જોવા મળશે.
આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ રહી છે કે તૃપ્તિ ડિમરી પુષ્પા 2માં એક ખાસ આઈટમ નંબરમાં જોવા મળશે. બુલબુલ અને કાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તૃપ્તિ આ ડાન્સ નંબર સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની ભવ્ય એન્ટ્રી કરવા માટે તૈયાર છે, પ્રથમ ફિલ્મમાં સામંથા પ્રભુના આઈટમ સોંગ બાદ ટીમે આ વખતે તૃપ્તિને એન્ટ્રી આપી છે
પુષ્પા 2: ધ રૂલ આ વર્ષે 15મી ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્ના, ફહદ ફાસિલ, સુનીલ અને અનસૂયા મુખ્ય ભૂમિકામાં છે. Mythri મૂવી મેકર્સ દ્વારા નિર્મિત, આ મોટા બજેટની ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શન, સસ્પેન્સ, ડ્રામા સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.પુષ્પા 2 લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે.
