<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 24th May 2024

છોકરા સાથે પકડાઈ ત્યારે તેને રૂમમાંથી નીચે કૂદકો મારવાની સલાહ આપી હતી જાહનવીએ

મુંબઇ, તા.૨૪: જાહનવી કપૂરના બેડરૂમમાંથી એક વખત એક છોકરાને નીકળતાં બોની કપૂરે જોયો હતો. તેમણે ઘ્ઘ્વ્સ્ કૅમેરામાં એ યુવકને બહાર આવતાં જોયો હતો. જોકે એ છોકરો કોણ હતો એનું નામ જાહનવીએ નથી જણાવ્યું. ભૂતકાળનો એ કિસ્સો સંભળાવતાં જાહ્ર?નવી કહે છે, 'હું એક વખત કોઈની સાથે ફસાઈ ગઈ હતી અને હું નહોતી ચાહતી કે તે ફ્રન્ટ ડોરથી બહાર જાય. એથી મેં તેને મારા રૂમમાંથી કૂદકો મારવા કહ્યું. મારી લેકસસ કાર નીચે ઊભી હતી. એ લાંબી કાર હતી. એથી મેં તેને કહ્યું કે એ કાર પર કૂદકો માર અને પછી ત્યાંથી નીકળી જજે. તેણે એવું જ કર્યું. જોકે ડૅડીએ તેને ઘ્ઘ્વ્સ્ કૅમેરામાં જોઈ લીધો હતો. તેમણે તેને પૂછ્યું, 'તું શું કરે છે અહીં?' ત્યાર બાદ તેમણે મારા રૂમની બારીને ગ્રિલ બેસાડી દીધી હતી, જેથી કોઈ અંદર ન આવી શકે.'

જાહનવી કપૂરે ખુલાસો કર્યો છે કે તે કોઈ ઇવેન્ટમાં જાય છે તો તેણે પહેરેલા આઉટફિટ્સ તેના નથી હોતા, એ ભાડાના હોય છે અને એ પાછા આપવા પડે છે. માત્ર શૂઝ અને રિંગ્સ તેનાં હોય છે.

(5:06 PM IST)