News of Wednesday, 29th May 2024
આવી ફિલ્મની રાહ જોતો હતોઃ રાણા

રાણા દગુબત્તીએ અમિતાભ બચ્ચનની ‘કલ્કિ ૨૮૯૮ એડી'ની સરખામણી હૉલીવુડની ફિલ્મ ‘ઍવેન્જર્સ' સાથે કરી છે. તેનું માનવું છે કે આ ફિલ્મમાં ‘ઍવેન્જર્સ' જેવો અનુભવ થવાનો છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટાણી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે.
ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં રાણાએ કહ્યું હતું કે સૌથી ભવ્ય ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી' બનવાની છે. નાગ અશ્વિન મારો સારો ફ્રેન્ડ છે. માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર રહેતા ભારતીયોને પણ આ ફિલ્મ કનેક્ટ કરશે. આવી ફિલ્મ બને એની હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.
(9:56 AM IST)
