<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 29th May 2024

કોમેડી ડ્રામામાં દેખાશે અપારશક્‍તિ ખુરાના

અપારશક્‍તિ ખુરાના હવે સાવધાનીપુર્વક ફિલ્‍મોની પસંદગી કરી રહ્યો છે. આગામી સમયમાં તે કોમેડી ડ્રામા ફિલ્‍મ બદતમીજ ગિલ નામની ફિલ્‍મ કરી રહ્યો છે. આ ફિલ્‍માં વાણી કપૂર, પરેશ રાવલ અને શીબા ચઢ્ઢા પણ મહત્‍વની ભુમિકામાં છે.સ્ત્રી, જયુબીલી, લુકાછુપી, દંગલ સહિતની ફિલ્‍મોમાં શાનદાર ભુમિકા ભજવી ચુકેલો અપારશક્‍તિ હવે નવી કોમેડીમાં દેખાશે.

ફિલ્‍મમાં અપારશક્‍તિ અને વાણી  ભાઇ-બહેનના રોલમાં છે. જ્‍યારે પરેશ રાવલ અને શીબા ચઢ્ઢા તેના માતા-પિતાના રોલમાં છે. ફિલ્‍મનું નિર્દેશન નવજોત ગુલાટીએ કર્યુ છે. ફિલ્‍મનું શુટીંગ બરેલી અને લંડનમાં થશે.

(9:58 AM IST)