<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 29th May 2024

શ્વેતાની તસ્‍વીરો થઇ વાયરલ

ટીવી પરદે પ્રેરણાનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી તેતાલીસ વર્ષની અભિનેત્રી શ્વેતા તિવારી આ ઉમરે પણ પોતાના દેખાવને કારણે સતત ઇન્‍ટરનેટ પર આગ લગાડતી રહે છે. શ્વેતા ત્રેવીસ વર્ષની દિકરી અને છ વર્ષના દિકરાની મા છે. પણ તેની હોટ તસ્‍વીરો હોશ ઉડાવી દે તેવી હોય છે. સોશિયલ મિડીયા પર તસ્‍વીરો પર અનેક કોમેન્‍ટ આવી હતી. એક યુઝરે લખ્‍યુ઼ હતું કે શ્વેતાની ફિટનેસ લેવલ બીજી છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. બીજાએ લખ્‍યું કે વિશ્વાસ નથી થતો કે આ તેતાલીસ વર્ષની છે. તો કોઇએ લખ્‍યું કે કોૈન સી ચક્કી કા આટા ખાતી હો મેૈમ.

 

(9:58 AM IST)