<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 2nd June 2024

દારૂ પીધેલી હાલતમાં રવિના ટંડન સામે મારામાં રીનો આરોપઃ સોશ્‍યલ મીડિયામાં વિડીયો વાયરલ

 

મુંબઇઃ  બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી રવિના ટંડન સામે વૃદ્ધ મહિલા સાથે દારૂના નશામાં મારામારી કરવાના આરોપ લાગ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. પીડિતા મહિલાએ રવીના સામે ધમકી આપી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રવીનાના ડ્રાઈવર સામે રેશ ડ્રાઈવિંગ કરવાનો અને રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર ત્રણ વ્યક્તિઓને ટક્કર મારવાનો આરોપ છે અને જ્યારે આ વિશે અભિનેત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તે નશાની હાલતમાં કારની બહાર નીકળી અને તેને પીડિતો સાથે ખરાબ વર્તન અને મારામારી કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિતો અને સ્થાનિક લોકો રવીનાને ઘેરીને પોલીસને બોલાવી રહ્યા છે.

(3:29 PM IST)