<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 3rd June 2024

નાનકડી રાહાએ પપ્પા રણબીરને પ્રેમથી કરતો વીડિયો થયો વાયરલ

મુંબઈ :રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના નજીકના મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ ક્રૂઝ પ્રી-વેડિંગ પાર્ટીમાંથી ઘરે પરત ફર્યા છે. આ સ્ટાર કપલ આજે રાત્રે લગભગ 2 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. રણબીર દીકરી રાહાને ખોળામાં બેઠો હતો. આ દરમિયાન નાની રાહા તેના પિતાને પ્રેમથી કિસ કરતી જોવા મળી હતી. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નીતુ કપૂરે કપિલ શર્માના શોમાં રણબીર અને રાહાના સંબંધો વિશે જણાવ્યું હતું. પરંતુ આ સુંદર ક્ષણ પહેલીવાર કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે.

(7:01 PM IST)