<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 3rd June 2024

હીરામંડી પછી મંગેતર સાથે વેકેશન માણી રહેલી અદિતિ રાવ હૈદરી

મુંબઈ: અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાઉથ સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. અદિતિને સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'માં ફરી એકવાર પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી. દરેક જગ્યાએ તેની એક્ટિંગની ચર્ચા છે. સિરીઝમાં તેની ગજગામિની વોક એટલી હિટ રહી હતી કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને લોકો તેનાથી પ્રેરિત થઈને ઈન્સ્ટા રીલ્સ બનાવી રહ્યા છે. અદિતિ હાલમાં પોતાની અંગત જીવનને કારણે લાઈમલાઈટમાં છે. તે તેના મંગેતર અને અભિનેતા સિદ્ધાર્થ સાથે ટસ્કનીમાં વેકેશન માણી રહી છે. અદિતિએ ત્યાંની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે સિદ્ધાર્થ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. એક ફોટોમાં કપલ પહાડી લોકેશન પર સેલ્ફી લઈ રહ્યું છે. બંનેની દરેક તસવીરમાં જોરદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. ચાહકો તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

(8:32 PM IST)