સલમાન ખાન 18 જૂનથી એક્શન સિક્વન્સ સાથે 'સિકંદર'નું કરશે શૂટિંગ

મુંબઈ: અભિનેતા સલમાન ખાન છેલ્લે સ્પાય યુનિવર્સ ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો. તે 18 જૂનથી તેની આગામી ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન એ.આર. મુરુગાદોસે કર્યું છે. તેણે આમિર ખાન અભિનીત 'ગજની' પણ ડિરેક્ટ કરી હતી. શૂટિંગ મુંબઈમાં એરિયલ એક્શન સિક્વન્સ સાથે શરૂ થશે, જેમાં સલમાન સમુદ્રની સપાટીથી 33,000 ફૂટ ઉપર પ્લેનમાં જોવા મળશે.ફિલ્મના નિર્માતાઓએ સોમવારે સોશિયલ મીડિયા પર ફિલ્મના નિર્માણ વિશે અપડેટ શેર કર્યું હતું.આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.આ જોડીએ અગાઉ 'કિક' બનાવી હતી, જેનું નિર્દેશન સાજિદ નડિયાદવાલાએ કર્યું હતું.અહેવાલ છે કે આ ફિલ્મમાં પ્રીતમ સંગીત આપશે. તેને સાજિદનો અત્યાર સુધીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે.'સિકંદર' 2025ની ઈદ પર સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા છે.
