<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 10th June 2024

એકટ્રેસ સંભાવના શેઠ હોસ્પિટલમાં દાખલ થઈ

અચાનક કરવી પડી સર્જરીઃડૉક્ટરે આ સર્જરી વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી પરંતુ સંભાવના તેના ગીતના રિલીઝની રાહ જોઈ રહી હતી

મુંબઈ, તા.૧૦

ભોજપુરી અભિનેત્રી સંભાવના શેઠ પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. એકટ્રેસ  YouTube vlog દ્વારા તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે.

મળતી માહિતી પ્રમાણે એકટ્રેસની તબિયત ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં તેમના પતિ અવિનાશ દ્વિવેદીએ તેમના વ્લોગમાં સંભાવનાન તબિયતને લઇને અપડેટ શેર કર્યા છે. અવિનાશે જણાવ્યું કે, ડૉક્ટરે આ સર્જરી વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી પરંતુ સંભાવના તેના ગીતના રિલીઝની રાહ જોઈ રહી હતી. હવે જ્યારે તેનું ગીત રિલીઝ થઈ ગયું છે, ત્યારે તેણે સર્જરી કરાવી લીધી છે. હવે તે ઠીક છે.

વીડિયોમાં સંભાવના દર્દથી રડતી જોવા મળી હતી. પોતાની સર્જરી વિશે વાત કરતાં સંભાવનાએ કહ્યું- 'મારે એવા કામ માટે ઓપરેશન કરવાનુ છે જે લાંબા સમયથી પેન્ડિંગ છે.

હવે આખરે મારું ઓપરેશન ચાલી રહ્યું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. મારા ગર્ભાશયમાં પોલિપ્સ હતા, જેને દૂર કરવા પડ્યા હતા. આ કારણે મને થોડા દિવસો સુધી દુખાવો થતો હતો. પહેલાં અવિનાશની સર્જરી અને મારા મ્યુઝિક વીડિયોને કારણે મોડું થયું. ગીતના શૂટિંગ દરમિયાન પણ મને દુખાવો થતો હતો. પરંતુ મારે પહેલા ગીત પૂરું કરવું હતું અને પછી સર્જરી કરાવવી હતી. હવે મારે રાતોરાત સર્જરી કરાવવાનો નિર્ણય લેવો પડ્યો.

સંભાવના પતિ અવિનાશે જણાવ્યું કે, ૨૦૨૪ની શરૃઆત પરિવારના સ્વાસ્થ્યને જોતા સારી રીતે નથી થઇ.

મને લાગે છે કે ૨૦૨૪ માત્ર હોસ્પિટલ અને સર્જરી માટે જ છે. પહેલા અમારા પાલતુ કૂતરાનું ઓપરેશન થયું, પછી મારું અને હવે સંભાવનાનુ. આ બધામાં, સંભાવનાની સર્જરી સૌથી મહત્વની હતી, પરંતુ તેમાં વિલંબ થયો.

(7:43 PM IST)