<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 11th June 2024

બિગ બોસ ઓટીટી-૩ના હોસ્‍ટ તરીકે અનિલ કપૂર નવા રૂપમાં

સુના હૈ બિગ બોસ ઓટીટી-૩ના હોસ્‍ટ બડા ગુડ લૂકીંગ હૈ! ૨૧મી જુને જીયો સિનેમા પર રિયાલટી શો સ્‍ટ્રીમ થશે

મુંબઇઃ અનિલ કપૂરે ફિલ્‍મોમાં અનેક પ્રકારના રોલ નિભાવી બોક્‍સ ઓફિસના રેકોર્ડ તોડયા છે. તે વેબ શોમાં પણ કામ કરી ચુક્‍યો છે. એક્‍ટર, પ્રોડયુસર તરીકે તે સતત આગળ વધી રહ્યો છે. હવે તે બિગ બોસ ઓટીટી-૩નો હોસ્‍ટ બનીને આવી રહ્યો છે. બિગ બોસ ઓટીટી-૩ જીયો સિનેમા પર ૨૧મી જુને સ્‍ટ્રીમ થશે. ખુબ જાણીતો રિયાલીટી શો ઓટીટી પર ત્રીજી સીઝન સાથે આવી રહ્યો છે. અનિલ કપૂર  આ શો દ્વારા હોસ્‍ટ તરીકેની પોતાની નવી ભુમિકામાં જોવા મળશે. હોસ્‍ટ તરીકેની તેની પહેલી ઝલકે ઇન્‍ટરનેટની દુનિયામાં તહેલકો મચાવી દીધો છે. પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરીમાં અનિલ કપૂરે લખ્‍યું છે કે-સુના હૈ બિગ બોસ ઓટીટી-૩ કા હોસ્‍ટ બડા ગુડ  લૂકીંગ હૈ! નિર્માતાએ આ શોની એક ઝલક પણ રજુ કરી છે. અનિલ કપૂર હોસ્‍ટના નવા રૂપમાં કેવી જમાવટ કરે છે તે જોવુ રહ્યું.

(11:58 AM IST)