<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 11th June 2024

આ એક્ટ્રેસે અક્ષય કુમારના નામે કરી છેતરપિંડી : ડિરેક્ટરે કર્યો કેસ

મુંબઈ: ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ 'શોસ્ટોપર'ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શોના નિર્માતા અને નિર્દેશકે આ શોમાં કામ કરી રહેલી અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિગંગના સૂર્યવંશી પર અક્ષય કુમારના નામ પર છેતરપિંડી કરવાનો આરોપ છે. વેબ સિરીઝના ડિરેક્ટર મનીષ હરિશંકરે દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમના પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. 'શોસ્ટોપર'ના નિર્માતાઓએ અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમના પર છેતરપિંડી અને વિશ્વાસના ગુનાહિત ભંગનો આરોપ મૂક્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી દિગંગનાએ અક્ષય કુમારના નામે છેતરપિંડી કરી છે.

(6:17 PM IST)