નિધિ ભાનુશાળીએ કરી વેબ સિરીઝમાં એન્ટ્રીઃ ‘સિસ્ટરહૂડ' આજે થઇ સ્ટ્રીમ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇન ‘સોનુ'નું પાંચ વર્ષ બાદ કમબેક

મુંબઇ તા. ૧૩: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં સોનુની ભુમિકા ભજવનારી નિધિ માનુશાળી ફરીથી પરદા પર આવવા તૈયારી કરી રહી છે. અભિનેત્રી પાંચ વર્ષ બાદ કમબેક કરી રહી છે. અલગ અને અતરંગી જિંદગી જીવ્યા પછી નિીધ લોકોના દિલ જીતવા તૈયાર છે. નિધીએ તારક મહેતાં નિભાવેલુ પાત્ર ઘર ઘરમાં જાણીતુ બન્યું હતું. ૨૦૧૯માં તેણે આ શો છોડી દીધો હતો. એ પછી તે પોતાની અતરંગી લાઇફને કારણે ચર્ચાંમાં રહેતી હતી. દુનિયાના અલગ અલગ દેશોમાં તે ફરતી રહેતી હતી. અભિનય અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ હતી. હવે તે નવી ભુમિકા સાથે અભિનયની દુનિયામાં આવવા તૈયાર થઇ છે.
લાંબા સમયથી નિધિ સોશિયલ મિડીયા અને યુટયુબ પર તે સતત ચાહકો સાથે જોડાયેલી રહે છે. નિધિએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર માહિતી આપી છે કે તે વેબ સિરીઝમાં જોવા મળવાની છે. ‘સિસ્ટરહૂડ' નામની સિરીઝનું ટ્રેલર અને પોસ્ટર પણ તેણે પોસ્ટ કર્યા હતાં. આ સિરીઝ આજે ૧૩મીએ જ અમેઝોન મિની ટીવી પર સ્ટ્રીમ થઇ છે. જેમાં નિધીએ સ્કૂલમાં જતી છોકરીનો રોલ નિભાવ્યો છે. ટ્રેલર લોકોને ખુબ ગમ્યું હતું. નિધિ તેની આ નવી ભુમિકા માટે ખુબ ઉત્સાહિત છે
