સન્નીદેઓલ બોર્ડર - ટુ માં દેખાશે
૧૯૯૭ માં બોર્ડર ફિલ્મમાં ધુમ મચાવ્યા બાદ ફરી દેશભકિતનો મહોલ થિયેટરમાં જામશે

મુંબઇ, તા.,૧૩ઃ મરીને કોઈ પણ યુદ્ધ જીતતું નથી, યુદ્ધ દુશ્મનનો નાશ કરીને જીતવામાં આવે છે. બોર્ડર ફિલ્મનો સની દેઓલનો આ ડાયલોગ આજે પણ ફેમસ છે. ગદર ૨ ની સફળતા બાદ હવે સની દેઓલ બોર્ડર ૨ લઈને આવી રહ્ના છે. તેણે બોર્ડરની સિક્વલ બોર્ડર ૨ની જાહેરાત કરતો ઍક વીડિયો શેર કર્યો છે . તમને જણાવી દઈઍ કે બોર્ડર ૧૯૯૭માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે અનુરાગ સિંહ સિક્વલનું નિર્દેશન કરશે. જાહેરાતના વીડિયોમાં સની દેઓલ કહી રહ્ના છે કે ૨૭ વર્ષ પહેલા ઍક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. તે આ વચનને પૂર્ણ કરવા, ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્ના છે. સની દેઓલ છેલ્લે શ્નગદર ૨ઌમાં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થયેલી ગદરનો બીજો ભાગ હતો. જેમાં સનીઍ ટ્રક ડ્રાઈવર તારા સિંહનો રોલ કર્યો હતો જ્યારે અમીષા પટેલે સકીનાનો રોલ કર્યો હતો. આ ફિલ્મે ભારે સફળતા મેળવી હતી અને ભારતીય બોક્સ ઓફિસ પર ઈં ૪૫૦ કરોડની કમાણી કરી હતી. ૧૯૯૭માં રિલીઝ થયેલી બોર્ડર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ના યુદ્ધની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. બોર્ડરમાં સની દેઓલની સાથે અક્ષય ખન્ના, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, રાખી ગુલઝાર, તબ્બુ, પૂજા ભટ્ટ, પુનિત ઈસાર અને કુલભૂષણ ખરબંદા જેવા દિગ્ગજ કલાકારો હતા
