<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 14th June 2024

કિયારાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૂરાં કર્યા 10 વર્ષ : પતિ સિદ્ધાર્થે વ્યક્ત કરી ખુશી

મુંબઈ: કિયારા અડવાણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. આ અવસર પર ખુશી વ્યક્ત કરતા તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. સિદ્ધાર્થે મેગેઝીન કવરની એક તસવીર શેર કરી, જેમાં બંને એકસાથે જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે, "10 વર્ષની મહેનત, પ્રેમ અને જુસ્સાની શુભેચ્છાઓ! ચમકતા રહો!" કિયારાએ માત્ર 8 મહિનાની ઉંમરમાં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. તેની માતા જીનીવીવ અડવાણીએ તેની સાથે બેબી પ્રોડક્ટની જાહેરાતમાં આ જાહેરાત શૂટ કરી હતી. 2014માં તેણે કોમેડી ફિલ્મ 'ફગલી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં જીમી શેરગિલ, મોહિત મારવાહ અને વિજેન્દર સિંહ મુખ્ય ભૂમિકામાં હતા.આ પછી તેણે M.S. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી', 'મશીન', તેલુગુ ફિલ્મો 'ભારત આને નેનુ' અને 'વિનય વિદ્યા રામા', શાહિદ કપૂર સ્ટારર 'કબીર સિંહ', 'ભૂલ ભુલૈયા 2', 'જુગ્જુગ જીયો' અને 'સત્યપ્રેમ કી કથા'માં કામ કર્યું છે. પૂર્ણકિયારા પાસે હવે 'ગેમ ચેન્જર' અને 'વોર 2' પાઇપલાઇનમાં છે.

(6:21 PM IST)