<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 27th June 2024

શું અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે વિશ્વાસઘાત કર્યો ?

મલાઇકાએ સોશ્યલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા આપવા કરતાં કેવી વ્યક્તિ પર ‘વિશ્વાસ’ કરવો એને લગતી પોસ્ટ કરી

મુંબઈ : અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અર્જુન ગઈ કાલે ૩૯ વર્ષનો થયો હોવાથી મલાઇકાએ સોશ્યલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા આપવા કરતાં કેવી વ્યક્તિ પર ‘વિશ્વાસ’ કરવો એને લગતી પોસ્ટ કરી હતી.

   મંગળવારે રાતે અર્જુને બર્થ-ડે પાર્ટી રાખી હતી જેમાં જાહ્નવી કપૂર, શનાયા કપૂર, વરુણ ધવન અને નતાશા દલાલ હાજર હતાં. જોકે મલાઇકા જોવા નહોતી મળી. આથી તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાનું વધુ એક વાર કન્ફર્મ થઈ ગયું હોવાનું ફૅન્સ કહી રહ્યા છે. અર્જુનનો જન્મદિવસ હોવાથી મલાઇકાએ પોસ્ટ કરી હતી જેમાં લખેલું છે : મારી આંખ બંધ હોય અને મારી પીઠ તેમની તરફ હોય એમ છતાં હું તેમના પર આંધળો વિશ્વાસ કરી શકું એવા લોકો મને પસંદ છે.

(1:35 PM IST)