ઈસુ ખ્રિસ્ત સામે પ્રાર્થના કરતો ગોવિંદાનો વિડીયો, પોસ્ટ થતાની સાથે જ ભારે ટ્રોલ થયો : તેના ચાહકો ઝાટકણી કાઢી રહ્યા છે, કહી રહ્યા છે કે કૃષ્ણની શરણમાં જા : ગોવિંદાએ ખુદની ઓટીટી એપ બહાર પાડી : ૧૪૯ રૂપિયા સબસ્ક્રિપ્શન

ગોવિંદાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે ઈશુ મસીહા સામે પ્રાર્થના કરતો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ જોઈને ચાહતો તેનાથી નારાજ થયા છે. ગોવિંદાનું મંદિર છોડીને ચર્ચમાં જવું યૂઝર્સને નારાજ કરી રહ્યું છે. હવે આ પોસ્ટ પર યૂઝર્સ અનેક કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે ઈશુ મસીહાની નહીં પરંતુ કૃષ્ણની શરણમાં જાઓ. બીજા એક યૂઝરે લખ્યું કે, તમારું નામ ગોવિંદા છે જે કૃષ્ણ ભગવાનનું છે પરંતુ તમે ભક્ત કોઈ બીજા ધર્મના છો. બીજી તરફ કેટલાક ચાહકો તેના સપોર્ટમાં આવ્યા છે અને તેમણે લખ્યું કે, બોલિવૂડની આ જ ખાસિયત છે કે તેમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી. ગોવિંદા હાલમાં પોતાના ખુદના ઓ ટી ટી એપ પર કામ કરી રહ્યો છે. તેણે ફિલ્મી લટ્ટૂ નામથી એક એપ શરૂ કરી છે. આ એપ પર ચાહકો એક્ટરની ખુદની ફિલ્મો જોઈ શકશે. તેના માટે ૧૪૯ રૂપિયાનું સબ્સક્રિપ્શન લેવુ પડશે.
