<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 29th June 2024

અનુપમ ખેર લક્ઝરી કાર છોડીને ઓટો રિક્ષામાં વરસાદની મજા માણવા નીકળી પડ્યા

મુંબઈ: વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. ગરમીથી રાહત મળતાં દરેક લોકો વરસાદની મજા માણી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર અનુપમ ખેર પણ પોતાની લક્ઝરી કાર છોડીને ઓટોમાં વરસાદની મજા માણવા નીકળ્યા હતા અને તેનો વીડિયો અનુપમે શનિવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યો હતો, જેમાં તે મુંબઈની સડકો પર ઓટો રિક્ષામાં ફરતો જોવા મળે છે. અભિનેતાએ સેલ્ફી મોડમાં જતા પહેલા વરસાદની વચ્ચે તેની આસપાસનો માહોલ બતાવ્યો અને "વરસાદ, વરસાદ" ગાવાનું શરૂ કર્યું. અનુપમ 22 વર્ષ પછી તેના આગામી પ્રોજેક્ટ 'તન્વી ધ ગ્રેટ' સાથે દિગ્દર્શનમાં પાછા ફરશે.અગાઉ 2002માં તેણે અનિલ કપૂર, ફરદીન ખાન અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઓમ જય જગદીશ'નું નિર્દેશન કર્યું હતું.

(5:53 PM IST)