News of Monday, 1st July 2024
'મિરઝાપુર-૩'માં પંચાયતના સચીવજીની ખાસ ભુમિકા
પાંચમીએ સ્ટ્રીમ થશે ગેંગસ્ટર ડ્રામા સિરીઝ

મુંબઇ તા. ૧: ચાર વર્ષની રાહ જોયા બાદ હવે મિરઝાપુર-૩ આ અઠવાડીએ રિલીઝ થશે. વેબ શોની દુનિયામાં જેટલા શો લોકપ્રિય થયા છે તેમાં મિરઝાપુરનું નામ પણ ટોચ પર છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા સહિતના અભિનેતાઓએ જેમાં કામ કર્યુ છે તે ગેંગસ્ટર ડ્રામા એવી આ સિરીઝનું નિર્દેશન ગુરમિતસિંઘે કર્યુ છે. તાજેતરમાં મિરઝાપુર-૨નું દિલચશ્પ ટ્રેલર રિલીઝ કરાયું હતું. આ શો હવે પાંચમી જુલાઇથી રિલીઝ થશે. આ વેબ શોમાં 'પૅચાયત-૩'ના અભિનેતા જીતેન્દ્ર કુમારની પણ એન્ટ્રી થઇ છે. અલી ફઝલ અને પંકજ ત્રિપાઠી સાથે દર્શકો પંચાયતના સચીવજીની પણ ખાસ ભુમિકા છે. અલી ફઝલના કહેવા મુજબ બે એપિસોડમાં જીતેન્દ્ર કુમાર જોવા મળશે.
(4:01 PM IST)
