News of Tuesday, 2nd July 2024
એ જાહેરાતો ઠુકરાવી દીધી હતી અવિકાએ

ટીવી શો બાલિકા વધુ થકી ઘર ઘરમાં જાણીતી બનેલી અવિકા હવે સાઉથ ઇન્ડસ્ટ્રીની ખુબ જાણીતી અભિનેત્રી છે. તાજેતરમાં ત્રીસમી જુને તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અવિકા છેલ્લે બોલીવૂડની હોરર ફિલ્મ ૧૯૨૦-હોરર્સ ફાફ હાર્ટમાં જોવા મળી હતી. ૨૦૧૩માં તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. એ પહેલા ટીવી શો બાલિકા વધુ અને સસુરાલ સિમર કામ શોમાં જોવા મળી હતી. તે અનેક એડ ફિલ્મ પણ કરી ચુકી છે. જો કે તેણે ત્રણ ફેયરનેસ ક્રિમની જાહેરાતો કરવાની ના પાડી દીધી હતી. તે કહે છે સમાજમાં કોઇની સાથે રંગના આધારે ભેદભાદ થાય તે મને ગમતું નથી. એટલે પુષ્કળ પૈસા મળતાં હોવા છતાં મેં એ જાહેરાતો કરવાની ના પાડી હતી. સોશિયલ મિડીયા પર અવિકા સતત સક્રિય રહે છે.
(11:09 AM IST)
