News of Wednesday, 10th July 2024
રામચરણ-કિયારાની ‘ગેમ ચેન્જર' રિલીઝ માટે તૈયાર
સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી રામચરણે કહ્યું-ત્રણ વર્ષની મહેનત બાદ ફિલ્મ પુરી થઇ

મુંબઇ તા. ૧૦: રામચરણ તેજા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર' ટુંક સમયમાં મોટા પરદે આવી રહી છે. આ ફિલ્મની જાહેરાત વર્ષ ૨૦૨૧માં કરવામાં આવી હતી અને ત્યારથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્રણ વર્ષની મહેનત અને શૂટિંગ બાદ આખરે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.રામ ચરણે તાજેતરમાં જ તેના ચાહકો સાથે ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી હતી. જેનાથી ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેણે લખ્યું છે કે-ત્રણ વર્ષની મહેનત બાદ આખરે અમારી ફિલ્મ ‘ગેમ ચેન્જર' પૂરી થઈ ગઈ છે. રામ ચરણ અને કિયારા અડવાણીની આ ફિલ્મ ચોક્કસપણે આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બની શકે તેમ હોવાનું નિર્માતાને લાગે છે. ત્રણ વર્ષની મહેનત અને ચાહકોની અપેક્ષાઓ સાથે આ ફિલ્મ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે.
(11:13 AM IST)
