<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th July 2024

બહારની વ્‍યક્‍તિ માટે આ સરળ નથીઃ સાન્‍વિકા

વેબ સિરીઝ પંચાયતમાં રિન્‍કીનો રોલ ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી સાન્‍વિકા સીઝન-૩માં પણ પોતાની નિર્દોષતા અને સાદગીથી દર્શકોને પ્રભાવીત કરવામાં સફળ થઇ છે. મધ્‍ય પ્રદેશના જબલપુરની રહેવાસી સાન્‍વિકાની મુંબઈ સુધીની સફર સરળ નહોતી. શરૂઆતના તબક્કામાં તેણે કોસ્‍ચ્‍યુમ ડિપાર્ટમેન્‍ટમાં પણ કામ કર્યું હતું. સાન્‍વિકાએ કહ્યું કે બહારના વ્‍યક્‍તિ માટે ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં પગ જમાવવો સરળ નથી. માત્ર સંપર્કો બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગે છે. પંચાયત રિલીઝ થયા પછી, સાન્‍વિકાને સોશિયલ મીડિયા પર ક્રશ કહેવાનું પણ શરૂ થઈ ગયું છે. સાન્‍વિકા પોતાને સુંદર નથી માનતી. તે કહે છે આજે પણ ડસ્‍કી સ્‍કીનવાળા લોકોને ઈન્‍ડસ્‍ટ્રીમાં સરળતાથી કામ નથી મળતું.

(9:33 AM IST)