<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th July 2024

એવા દ્રશ્‍યોમાં પણ કોરીયોગ્રાફ હોય છેઃ વિજય

 

મિરઝાપુરની ત્રીજી સીઝન કાલથી એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે. સિરીઝમાં એક્‍ટર વિજય વર્માએ ‘છોટે ત્‍યાગી'નું પાત્ર ભજવ્‍યું છે. વિજયએ આ શોમાં શ્વેતા ત્રિપાઠી (ગોલુ) સાથેના ઈન્‍ટીમેટ સીન વિશે વાત કરતાં કહ્યું હતું કે આપણે પોતાના પાર્ટનર પાસેથી ઘણું શીખીએ છીએ. જો તમે ઇન્‍ટિમસી કો-ઓર્ડિનેશન વર્કશોપમાંથી શીખો છો, તો તમે સેટ પર તેનો ઉપયોગ કરી શકો છો. ડાન્‍સ અને એક્‍શન સીનની જેમ ઈન્‍ટિમેટ સીન્‍સની પણ પ્રેક્‍ટિસ કરવામાં આવે છે. આમાં તમને તમારો સેફ ઝોન શું છે તે પણ સમજાવવામાં આવે છે. તમારે કયાં સ્‍પર્શ કરવો જોઈએ અને કયાં નહીં? આ દૃશ્‍યમાં તમે તમારી લાગણીઓ અનુસાર પ્રતિક્રિયા આપતા નથી. તમારે ફક્‍ત કોરિયોગ્રાફર તમને કહે છે એ જ કરવાનું હોય છે.

(9:34 AM IST)