<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th July 2024

પ્રકૃતિનો આનંદ માણ્‍યો સાન્‍યાએ

સાન્‍યા મલ્‍હોત્રા નેચર લવર છે. તેની કુદરતનો નઝારો માણતી તસ્‍વીરો તાજેતરમાં સોશિયલ મિડીયા પર પોસ્‍ટ થઇ છે. તે શુટીંગમાંથી સમય મળતાં જ કુદરતી નજારાનો લ્‍હાવો લેવા નીકળી પડે છે. તેની કેટલીક તસ્‍વીરો સામે આવી હતી જેમાં તે ઘાંસ પર સુતેલી, સુર્યપ્રકાશનો આનંદ લેતી, ઝાડને ભેટતી હોય તેવા દ્રશ્‍યો હતાં. તેણે આ તસ્‍વીરો સાથે ફેવરીટ થીંગ ટુ ડુ એવું કેપ્‍શન આપ્‍યું હતું. સાન્‍યાની આવનારી ફિલ્‍મોની વાત કરીએ તો મિસેજ, સની સંસ્‍કારી કી તુલસી કુમારી તેમજ અનુરાગ કશ્‍યપની એક ફિલ્‍મ તેના હાથ પર છે. આ ફિલ્‍મમાં બોબી દેઓલ સાથે તે જોવા મળશે.

(9:34 AM IST)