<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 12th July 2024

અમિતાભની ‘કલ્‍કી ૨૮૯૮ એડી' એ ‘જવાન', પઠાણ અને એનિમલને ૧૫ દિવસમાં પછાડી

વર્લ્‍ડવાઇડ ફિલ્‍મની કમાણી ૮૮૦ કરોડને પાર કરી ગઇ

મુંબઇ, તા.૧૨: આ દિવસોમાં બોક્‍સ ઓફિસ પર પ્રભાસ, અમિતાભ બચ્‍ચન અને દીપિકા પાદુકોણની ફિલ્‍મ કલ્‍કી ૨૮૯૮ એડીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્‍મની કમાણી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે અને સફળ ફિલ્‍મોની સીડી પણ ચઢી રહી છે. હવે કલ્‍કિ ૨૮૯૮ એડીએ ગયા વર્ષની સૌથી વધુ કમાણી કરનારી તમામ ફિલ્‍મોને પાછળ છોડી દીધી છે. જ્‍યારે આ વર્ષે જાન્‍યુઆરીથી બોક્‍સ ઓફિસ પર આટલી શાનદાર ઓપનિંગ થયુ ન્‍હોતુ, ત્‍યારે લગભગ ૬ મહિના પછી સાઉથની કલ્‍કી ૨૮૯૮ એડીએ બોક્‍સ ઓફિસ પરની તમામ ખોટ ભરી દીધી છે.

હવે કલ્‍કી ૨૮૯૮ એડીની રિલીઝને ૧૬ દિવસ વીતી ગયા છે. દેશમાં લગભગ રૂ. ૧૦૦ કરોડ (રૂ. ૯૫.૩ કરોડ) સાથે ઓપનિંગ કરનારી આ ફિલ્‍મે પ્રથમ દિવસે જ સુંદર કમાણી કરી હતી અને વિશ્વભરમાં રૂ. ૨૦૦ કરોડની કમાણી કરવામાં તે માત્ર ઓછી રહી હતી. આ ફિલ્‍મે શરૂઆતના દિવસે વિશ્વભરમાં ૧૭૭.૭૦ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું અને તેને જોઈને બધા આશ્‍ચર્યચકિત થઈ ગયા હતા. ત્‍યારથી, ફિલ્‍મની કમાણી આટલી ઊંચી નથી પરંતુ ૧૫ દિવસ પછી પણ કલેક્‍શન શાનદાર કરી રહ્યું છે. જો કે, જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ કમાણીમાં ઘટાડો જોવા મળ્‍યો છે, પરંતુ તેણે અગાઉની તમામ ફિલ્‍મોને માત આપી દીધી છે.

સેકનિલ્‍કના અહેવાલ મુજબ, ફિલ્‍મે ગુરુવારે લગભગ ૬.૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્‍મે ૧૫ દિવસમાં એટલે કે ગુરુવાર સુધીમાં ૫૪૩.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો ગત વર્ષે બમ્‍પર કમાણી કરતી ફિલ્‍મોની વાત કરીએ તો જવાનએ ૧૫ દિવસમાં ૫૨૫.૯૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્‍યારે એનિમલએ ૪૮૫.૧૪ કરોડ અને પઠાણએ ૪૫૨.૯૫ કરોડની કમાણી કરી હતી. આ બધા સિવાય ગદર ૨ એ ૧૫ દિવસમાં ૪૨૬.૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલું જ નહીં, તે પઠાણને પાછળ છોડી દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મોની યાદીમાં છઠ્ઠા સ્‍થાને પહોંચી ગઈ છે. આ પહેલા પ્રથમથી પાંચમા સ્‍થાન મુજબ બાહુબલી ૨ (૧૦૩૦.૪૨ કરોડ), 'KGF 2' (૮૫૯.૭ કરોડ), RRR (૭૮૨.૨ કરોડ), જવાન (૬૪૦.૨૫ કરોડ) અને એનિમલ (૫૫૩.૮૭ કરોડ) હતા. છે.

જ્‍યારે વિશ્વભરમાં કલ્‍કી ૨૮૯૮ એડી એ ૧૪ દિવસમાં ૮૭૦.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્‍યારે કલેક્‍શન ૧૫ દિવસમાં ૮૮૦ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ ફિલ્‍મે વિદેશમાં માત્ર રૂ. ૨૩૫ કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે આંતરરાષ્‍ટ્રીય બોક્‍સ ઓફિસ પર સૌથી મોટી સંખ્‍યા છે.

(10:25 AM IST)