News of Monday, 15th July 2024
'તારક મહેતા...નો' આજનો એપિસોડ ખાસ સમાજોપયોગી સંદેશો આપશે
સોની સબ પર અચૂક નિહાળવા લાઇફ બ્લડ સેન્ટરની અપીલ

રાજકોટ, તા.૧૫: સોની સબ ચેનલ ઉપર પ્રસારિત થતી લોકપ્રિય બનેલી અસિત મોદી દિગ્દર્શિત કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નો આજે તા.૧૫મીને સોમવારનો એપિસોડ સમાજોપયોગી સંદેશા સાથે પ્રસારિત થવાનો છે. આ એપિસોડ અચૂક જોવા પ્રોજેકટ 'લાઇફ' અને લાઇફ બ્લડ સેન્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. શનિવારે પ્રસિધ્ધ થયેલા એપિસોડમાં પત્રકાર પોપટલાલની સગાઇ વિશે વાત કરવામાં આવી હતી. સગાઇની તૈયારી વચ્ચે પોપટલાલ ગુમ થઇ જાય છે અને દોડધામ મચી જાય છે. તે શા માટે ગુમ થઇ જાય છે અને તેના કારણ પાછળ કયો સંદેશો છે તે તા.૧૫ના સોમવારે રાત્રે ૮.૩૦ કલાકે અને રીપીટ રાત્રે ૧૧ વાગે સોની સબ ઉપર પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે. પ્રોજેકટ 'લાઇફ' અને લાઇફ બ્લડ સેન્ટરના જોઇન્ટ એકઝિકયુટિવ ટ્રસ્ટી શ્રીમતી મિતલ કોટિયા શાહે લોકોને આ એપિસોડ ખાસ જોવા માટે અનુરોધ કર્યો છે.
(2:50 PM IST)
