<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 15th July 2024

કેનેડામાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ: PM જસ્ટિન ટ્રુડોએ કર્યા પ્રોત્સાહિત

મુંબઈ: પોતાના કોન્સર્ટ માટે કેનેડા પહોંચેલા પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા. ટોરોન્ટોમાં રોજર્સ સેન્ટર ખાતે આગામી શો માટે રિહર્સલ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.ટ્રુડોએ આ દરમિયાન દોસાંજની ખૂબ પ્રશંસા કરી હતી. માત્ર દિલજીતના સિંગિંગ માટે જ નહીં પણ કોન્સર્ટની તમામ ટિકિટો વેચવા માટે પણ!પ્રખ્યાત ગાયક-અભિનેતા તેમના કોન્સર્ટ પ્રવાસ માટે ભરચક સ્ટેડિયમ ભરનાર પ્રથમ પંજાબી કલાકાર બન્યા છે. કેનેડામાં રોજર્સ સેન્ટર ખાતે યોજાનાર તેના કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.દિલજીતે પોતાની ગાયકીથી દુનિયામાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અને દિલ લ્યુમિનાટી ટુર દરમિયાન યોજાયેલા આ કોન્સર્ટે તેને વધુ એક સિદ્ધિ અપાવી છે.જસ્ટિનની ત્યાંની મુલાકાત અને દિલ-લુમિનેટી ટૂર વિશે વાત કરતાં, દિલજીતે કહ્યું, "વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મળીને અને તેમની તરફથી પ્રશંસા મેળવીને હું ખૂબ જ સન્માનિત અને નમ્રતા અનુભવું છું. અહીંના લોકો તરફથી અમને જે અવિશ્વસનીય સમર્થન મળ્યું છે તે જોવાનો ખરેખર હૃદયસ્પર્શી અનુભવ રહ્યો છે.”તેમણે વધુમાં ઉમેર્યું, "આ પ્રવાસ આપણા સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. સંગીત દ્વારા લોકોને એક સાથે લાવવાની આ તક માટે હું આભારી છું. અને આ પ્રવાસને શક્ય બનાવનાર દરેકનો આભાર."દોસાંઝ દિલ-લુમિનાટી ટૂર પર છે. આ પ્રવાસ દરમિયાન તેણે વિદેશમાં ઘણા શો પણ કર્યા. તાજેતરમાં તેણે અમેરિકામાં પ્રખ્યાત સિંગર સ્વીટી સાથે સ્ટેજ શો પણ કર્યો હતો. આટલું જ નહીં, તેને અમેરિકન ટોક શો 'ધ ટુનાઈટ શો વિથ જીમી ફેલોન'માં લાઈવ પરફોર્મન્સ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

(5:52 PM IST)