ભારતના ઇતિહાસના સનસનાટી ભર્યા બેંક કોૈભાંડ પર બની રહી છે ફિલ્મ

મુંબઇ તા. ૧૮: ‘દો ઔર દો પ્યાર' અને ‘શર્માજી કી બેટી'ના વખાણ પછી સિનેમેટિક વિષયોની પસંદગી માટે જાણીતું એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ ફરી નવા પ્રોજેક્ટ સાથે આવી રહ્યું છે. તે ૧૯૭૧ના કુખ્યાત કૌભાંડ પર આધારિત અનટાઈટલ ફિલ્મ પર કામ શર થયુ છે. જેમાં કથિત ડબલ એજન્ટ રૂસ્તમ નાગરવાલાએ દિલ્હીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા સાથે મોટી રકમની છેતરપિંડી કરી હતી. તેની કહાની છે.
આ ફિલ્મ ભારતના બેંકિંગ ઈતિહાસના સૌથી સનસનાટીભર્યા કૌભાંડોમાંના એકમાં ઊંડે સુધી ઉતરશે, જેની તપાસ ચાણકય પુરીના તત્કાલિન એસએચઓ હરિ દેવ કૌશલના નેતળત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી. હરિ દેવ પોલીસ કર્મચારીઓના તે જૂથના હતા જેઓ માત્ર તેમના કામમાં અસાધારણ ન હતા પણ પરોપકારી પણ હતા. જ્યારે તેમનું ૯૧ વર્ષની વયે અવસાન થયું ત્યારે તેમને પ્રેમથી પંડિતજી કહેવામાં આવતા હતા, પરંતુ તેઓ પોલીસ ઇતિહાસમાં એક શક્તિશાળી અધિકારી તરીકે જાણીતા છે જેમણે આ પરંપરા તોડી હતી.
હરિદેવ કૌશલ યોગાનુયોગ સ્ક્રીન અભિનેતા રાહુલ દેવ અને મુકુલ દેવના પિતા છે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે મુકુલ પોતે હંસલ મહેતાની ‘ઓમેટો'ના લેખક છે. એલિપ્સિસ હરિ દેવ કૌશલની ભૂમિકા માટે કલાકારો શોધી રહ્યું છે, અને અભિનેતાઓની એક ટીમને એસેમ્બલ કરી રહ્યું છે જે કેસમાં સામેલ બહુવિધ પાત્રોમાં ઊંડાણ અને પ્રમાણિકતા લાવશે. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. અતુલ કસબેકરે કહ્યું-૧૯૯૦માં મારી પ્રથમ ફોટોગ્રાફિક અસાઇનમેન્ટ રાહુલ અને મુકુલ દેવ સાથે હતી, જેઓ મારા મિત્રો પણ છે. મને તેમના પિતા હરિ દેવજી સાથે અંગત રીતે વાતચીત કરવાનો લહાવો મળ્યો હતો.
