કાશ્મીરમાં મિત્રો સાથે રજાની મજા માણી રહી છે સારા અલિ ખાન
પ્રાકૃતિ સુંદરતા અને શાંત વાતાવરણનો લઇ રહી છે લ્હાવો : બોલીવૂડનું વધુ એક વખત આ તરફ પ્રયાણઃ ફિલ્મોના શુટીંગ પણ શરૂ થયા છે

(સુરેશ ડુગ્ગર) જમ્મુ તા. ૨૬: બોલીવૂડે ફરી એક વખત કાશ્મીરને રજા માણવાના સ્થળ તરીકે પસંદ કર્યુ છે. અભિનેત્રી સારા અલી ખાને કાશ્મીરની પોતાની સફરની ઝલક રજૂ કરીને ચાહકોને આકર્ષિય કર્યા છે. સારાએ સોશિયલ મિડીયા પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે ‘શાંતિ કા એક ટૂકડા' એવુ શિર્ષક લખ્યું હતું. આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ છે. સારા તેના જીવંત વ્યક્તિત્વ અને શાનદાર લૂક માટે જાણીતી છે. તે મિત્રો સાથે ઘાટીમાં મોજ માણતી જોવા મળી છે. તસ્વીરોમાં સારા વહેતા પાણી પાસે બેઠેલી દેખાય છે, તેની સાથે મિત્રો પણ છે. આ જોઇ અનેક ચાહકોએ પણ પોસ્ટ પર ટીપ્પણી કરી કાશ્મીર જવાની ઇચ્છા દર્શાવી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે આપ ખુબ જ ખુશ અને શાંત દેખાઇ રહ્યા છો, કાશ્મીર ખરેખર ધરતી પરનું સ્વર્ગ છે! એક યુઝર્સે ખુબ જ સુંદર તસ્વીર, કાશ્મીરની શાંતિ ઝળકી રહી છે, તમારી યાત્રાનો આનંદ લો તેવું લખ્યું છે. સારા અગાઉ પણ કાશ્મીર વિશે પોતાની પોસ્ટ અને ઇન્ટરવ્યુમાં જણાવી ચુકી છે. કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણની તે ખુબ મોટી ચાહક છે. બોલીવૂડે ફરી એક વખત કાશ્મીરની ઘાટીઓ તરફ પ્રયાણ કર્યુ છે. શ્રીનગરમાં એક લઘુ ફિલ્મ ધ લાસ્ટ કેન્ડિડેટનું શુટીંગ ચાલી રહ્યું છે. અભિનેતા કિરણ કુમારે પણ કાશ્મીરની સુંદરતા વખાણી છે. થોડા દિવસો પહેલા અજય દેવગણ અને રોહિત શેટ્ટીને ટીમે પણ શુટીંગ કર્યુ હતું. મે મહિનામાં આ ટીમે સિંઘમ અગેઇનનું શુટીંગ કાશ્મીરના વિવિધ લોકેશન પર કર્યુ હતું.
