<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 26th July 2024

સૌથી વધુ જોવામાં આવતી સિરીઝમાં નંબર વન પર પહોંચી પંચાયત ૩

મુંબઇ, તા.૨૬: ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવતી સિરીઝ 'પંચાયત ૩'ને સૌથી વધુ જોવામાં આવી છે. એ નંબરપ્રવન સિરીઝ બની ગઈ છે જેને સૌથી વધુ વ્યુ મળ્યા છે. આ વર્ષે અનેક સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી છે. એમાં 'પંચાયત ૩' લોકોને ખૂબ પસંદ પડી છે. નીના ગુપ્તા, રઘુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારના પર્ફોર્મન્સ લોકોને ખૂબ ગમ્યા છે. આ સિરીઝને અત્યાર સુધી ૨૮.૨ મિલ્યન વ્યુ મળ્યા છે. એના કારણે આ શો નંબર વન પર પહોંચી ગયો છે. ત્યાર બાદ બીજા નંબર પર આવે છે સંજય લીલા ભણસાલીની વેબપ્રસિરીઝ 'હીરામંડી ધ ડાયમન્ડ બાઝાર' જેમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, સંજીદા શેખ અને રિચા ચઢ્ઢા જોવા મળી રહી છે. આ સિરીઝને ૨૦.૩ મિલ્યન વ્યુ મળ્યા છે. ત્રીજા નંબર પર રોહિત શેટ્ટીની 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' છે જેને ૧૯.૫ મિલ્યન વ્યુ મળ્યા છે. ચોથા ક્રમાંકે 'કોટા ફૅકટરી ૩' છે જેમાં જિતેન્દ્ર કુમાર અને તિલોત્તમા શોમ છે. પાંચમા નંબરે 'ધ લેજન્ડ ઑફ હનુમાન'ની સીઝન ત્રણ અને ચાર છે. એને ૧૪.૮ મિલ્યન વ્યુ મળ્યા છે.

(9:56 AM IST)