News of Monday, 29th July 2024
લગ્ન પછી રેમ્પ પર પાછી આવી સોનાક્ષી સિન્હા : ઇન્ડિયા કોચર વીકમાં શોસ્ટોપર બની

મુંબઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂને મુંબઈમાં તેમના ઘરે તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનાક્ષી તેના પતિ સાથે કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ કપલ હનીમૂન માટે ફિલિપાઈન્સ ગયા હતા. શનિવારે, તેણીએ દિલ્હીમાં ઇન્ડિયા કોચર વીકમાં ડિઝાઇનર ડોલી જેના કલેક્શન માટે શોસ્ટોપર તરીકે રેમ્પ પર ભવ્ય પુનરાગમન કર્યું.
(5:16 PM IST)
